Krishna Dodiya - Bhavnagar,Gujarat

 

Let's Make A Difference એ મારુ એક એવુ સપનુ હતું જે મે ક્યારેક મારા અજાગ્રત મનથી જોયુ હતું. મેં ક્યારેય પણ Let's Make A Difference વિશે સાંભળ્યું ન હતું, પરંતુ જે કંઇ પણ મેં એશિયા પ્લટોમાં 8 દિવસ અનુભવ્યું છે એ બધું જ મે ક્યારેક મારાં સપનાઓમાં ઝંખ્યું હતું.આજે મને મારી જાત પર ખુબજ ગર્વ નો અનુભવ થાય છે હું Let's Make A Difference નો એક ભાગ બની ચુકી છું. "એશીયન પ્લટો નું સૌંદર્ય મારા સપનાનું સ્વર્ગ છે અને ત્યાં મળેલા લોકો તે સ્વર્ગ માં રહેલા દેવદુત સમાન છે."

જ્યારે પેહલા દિવસે બધા નવા લોકો ને મળ્યા, ખબર નહી પણ થોડી અસ્વસ્થતાનો અનુભવ થતો હતો થોડી inferiority નો પણ અનુભવ થયો કારણ કે બધા ખુબજ સારી રીતે અંગ્રેજી માં વાત કરતા હતા જે હું ઇચ્છવા છતા નહોતી કરી શકી.પરંતુ GD પછી મારો એ બધો ડર દુર થઇ ગયો અને એવા લોકો સાથે એટલી સહજતાથી પોતાની વાતો share કરી જેને હું લાઇફ માં પહેલી વાર મળી હતી.મારા ગ્રુપ મેમ્બર પાસેથી GD દરમીયાન સાંભળેલી દરેક વાત દ્વારા મને કયાંક ને ક્યાંક પ્રેરણા મળી છે.

"ફેમીલી ડે" ના દિવસે મને પેહલીવાર એવો અનુભવ થયો કે મારી લાઇફ માં ફેમીલી કરતાં ફ્રેંન્ડ્સ નું મહત્વ વધારે છે.Let's Make A Difference થી પરત ફર્યા બાદ તરત જ મેં મારા ફેમીલી સાથે મારું bonding વધારવાની કોશીશ શરું કરી હતી, જેમા મને સફળતા પણ મળી છે. જેનાથી હું ખુબજ ખુશ છુ.

બધા લોકો ની જેમ મે પણ લાઇફ માં ઘણા સપનાઓ જોયા છે. પરંતુ તેને પુરા કરવા માટેનું બળ મને YC દ્વારા મળ્યું છે. બધા જ સેશન,concept of "PHUL" દ્વારા હું જે કઇ પણ શીખી છુ,તેના દ્વારા મારી લાઇફને એક નવીજ દિશા મળી છે.થોડાક બદલાવની શરુઆત થઇ ગઇ છે અને તે હવે સતત થતો રહેશે. મેં મારી જાતને જે કંઇ પણ commitment આપી છે તેને પુરી કરવાની કોશીશ શરું છે.

I want to thanks my all group coordinators and my group members who inspired me to express my feeling and thought. I have never seen humble people like them in my life. Thank you so much.

મારા અંતરમા રહેલી મારી લાગણીઓને તમારી સાથે વહેંચવામાં ખૂબજ ખુશીનો અનુભવ કરી રહી છું.

Stories of Change

Subscribe Our Newsletter